સોમવાર, 29 ફેબ્રુઆરી, 2016

નથી થવાનુ...

નીકળું છું દરરોજ એક મંજિલ  પાસેથી
જે કદી મારી નથી થવાની
મળું છું દરરોજ એ પ્રેમીને
જે કદી મારો નથી થવાનો
સાંભળું છું દરરોજ એ ગીતને
જે કદી મને નથી સમજાવાનુ
લખું છું દરરોજ એ વાતને
જે કદી હું નથી ભુલવાની
સમજું છું દરરોજ એ વ્યક્તિને 
જે કદી મને નથી સજવાનો
વિચારું છું દરરોજ એ ઘટનાઓને
જે કદી મારી નથી થવાની
ઇચ્છું છું દરરોજ એ અધિકારને
જે કદી મને નથી મળવાનો
બસ...જોવું છું એ સપનાને
જે કદી સાકાર નથી થવાના... 

-કાજલ મારૂ

તારા અને મારા... ... ...


હવે કશુંક થવા લાગ્યું છે...
         તારા આંખોના આંસુઓથી
        તારી આંગળીના સ્પર્શથી

હવે કશુંક થવા લાગ્યું છે...
      મારા જ મનના વિચારોથી
            મારા જ અપેક્ષાઓના પહાડોથી
        
હવે કશુંક થવા લાગ્યું છે...
       તારી મીઠી મીઠી વાતોથી
       તારા દુરથી થતા ચુંબનથી

હવે કશુંક થવા લાગ્યું છે...
        મારા એકાંતના સંવાદોથી
            મારા વણ માગેલા વચનોથી
હવે કશુંક થવા લાગ્યું છે... ... ...

                        -કાજલ મારૂ